દિલ્હી હાઇકોર્ટે વકીલોની વિરુદ્ધ કાર્યવાહી પર પોતાનું વલણ ન બદલતા બુધવારે દિલ્હી પોલીસને ઝટકો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે વકીલો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે. આ ઉપરાંત દિલ્હી પોલીસની બીજી અરજી પણ ફગાવી દીધી છે. જેમાં સાકેત કોર્ટવાળી ઘટના પર FIR નોંધવાની મંજુરી માંગવામાં આવી હતી. સાથે જ હાઇકોર્ટે કહ્યું કે 3 નવેમ્બરના આદેશમાં સ્પષ્ટીકરણની કોઇ જરૂર નથી કેમકે તે પહેલાથી જ સ્પષ્ટ છે. જણાવી દઈએ કે અગાઉ ગૃહ મંત્રાલયે કોર્ટથી 3 નવેમ્બરે જાહેર કરવામાં આવેલ આદેશ પર સ્પષ્ટતા માંગી હતી. મંત્રાલયે કોર્ટમાં અપીલ કરી હતી કે વકીલો વિરુદ્ધ કાર્યવાહી ન કરવા સંબંધિત આદેશ ત્યારબાદની ઘટનાઓ પર લાગૂ ન થવો જોઇએ. પરંતુ કોર્ટે આમ આદેશ ન આપ્યો.