સુપ્રીમ કોર્ટ સોમવારે તિરુપતિ લાડુ વિવાદ સાથે જોડાયેલી અનેક અરજીઓ પર સુનાવણી કરશે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને YSR કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માગણી કરતી અરજીઓ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર શ્રી વેંકટેશ્વર મંદિરમાં 'પ્રસાદ' તરીકે વહેંચવામાં આવતા લાડુમાં ભેળસેળ કરવાનો આરોપ લગાવ્યો હતો.