તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરના ભક્તોને આપવામાં આવતા લાડુમાં બીફ અને ડુક્કરની ચરબીનો વિવાદ શુક્રવારથી વકર્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટમાં લાડુ બનાવવા માટે અમૂલ ડેરીના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વાત વહેતી થઈ હતી. જેને લઇને અમૂલ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે અમે (અમૂલે) ક્યારેય તિરુપતિ બાલાજી મંદિરમાં ઘી આપ્યું નથી. ત્યારબાદ હવે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવી છે.