ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે કે બીસીસીઆઈ દ્વારા આઈપીએલની 11મી સિઝન માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 51 દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટની શરૂઆત સાતમી એપ્રિલથી થશે. જેમાં સિઝનનો પ્રથમ મુકાબલો વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને બે વર્ષનો પ્રતિબંધ ભોગવી પરત ફરનાર ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ક્રમશઃ સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર અને એમએ ચિદમ્બરમ્ સ્ટેડિયમ ચેન્નઈમાં રમાશે. કિંગ્સ ઇલેવન પંજાબ પોતાની ત્રણ ઘરેલુ મેચ ઇંદોરમાં અને ચાર મેચ મોહાલીમાં રમશે.