ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે UCC મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ધનખડે કહ્યું કે, UCC સાગુ કરવાનો હવે યોગ્ય સમય આવી ગયો છે. ધનખડનું UCC પર આ નિવેદન તે સમયે આવ્યું જ્યારે તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ગુવાહાટીના 25માં કોન્વોકેશનને સંબોધિત કરી રહ્યા હતા.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સંવિધાનના સ્થાપકોએ જે UCCની પરિકલ્પના કરી હતી તેને લાગુ કરવાનો હવે યોગ્ય સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે બંધારણની કલમ 44 સ્પષ્ટપણે જણાવે છે કે, દેશ તેના નાગરિકો માટે UCC સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.