ભારતીય કિસાન યૂનિયનના અધ્યક્ષ રાકેશ ટિકૈતે શનિવારે કહ્યું કે જો સરકાર ત્રણેય કૃષિ કાનૂનને 2 ઓક્ટોબર સુધી પાછા નહીં લે તો આગામી રણનિતી પર કામ કરવાનું શરુ કરી દઇશું. તેમણે કહ્યું કે કૃષિ કાનૂનોને પાછા લેવા માટે અમે સરકારને 2 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ પછી અમે આગળની યોજના બનાવીશું. અમે દબાણમાં સરકાર સાથે કોઈ વાતચીત કરીશું નહીં. આ સાથે તેમણે કહ્યું કે સરકાર કૃષિ કાનૂનોને પાછા લે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કાનૂન બનાવે, નહીંતર આંદોલન યથાવત્ રહેશે. અમે આખા દેશમાં યાત્રા કરીશું અને આખા દેશમાં આંદોલન થશે.