સુપ્રીમ કોર્ટે આજ ે અદાણી ગુ્રપ પર શેરના ભાવમાં કૃત્રિમ વધઘટ કરવાના લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સિક્યુરિટીૂઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને ૧૪ ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે માર્કેટ રેગ્યુલેટરને નિયમિત રીતે તપાસનો રિપોર્ટ અપડેટ કરવા જણાવ્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી ખંડપીઠે સુપ્રીમ કોર્ટે નિમેલી જસ્ટીસ (નિવૃત્ત) એ એમ સપ્રે એક્સપર્ટ કમિટીને રજૂ કરેલા રિપોર્ટની નકલ પક્ષકારોને ઉપલબ્ધ કરાવવા સેબીને જણાવ્યું છે.