આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઈમે 20મેના તેમના અંકમાં વડાપ્રધાન મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. નરેન્દ્ર મોદી એક એવા ભારતીય છે જેમને આંતરરાષ્ટ્રીય ટાઈમ મેગેઝીન પર 3 વખત જગ્યા મળી છે. આ પહેલાં પણ ટાઈમ મેગેઝીને માર્ચ 2012 જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, મે 2015 જ્યારે તેમણે વડાપ્રધાન પદ તરીકે એક વર્ષ પુર્ણ કરી લીધું હતું ત્યારે પણ કવર પેજ પર જગ્યા આપી હતી અને હવે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં તેના પરિણામ પણ આવવાના છે ત્યારે ફરી એક વખત ટાઈમ મેગેઝીન મોદીને કવર પેજ પર સ્થાન આપ્યું છે. જોકે સમયના વહેણ સાથે ટાઈમ મેગેઝીનનો પણ નરેન્દ્ર મોદી માટેનો બદલાતો રિવ્યુ કવર પેજ પર જોવા મળ્યો છે. આ વખતે ટાઈમ મેગેઝીને મોદીને કવર પેજ પર સ્થાન તો આપ્યું જ છે સાથે વિવાદિત ટેગલાઈન પણ રાખી છે. ટાઈમ મેગેઝીને મોદીને 'ભારતના મુખ્ય ભાગલા પાડનાર' ગણાવ્યા છે.