દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 હજાર પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 18601 કોરોનાના કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કારણે 47 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 1336 નવા કોરોના દર્દી સામે આવ્યા છે. રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં 705 દર્દીઓ સ્વસ્થ થયા છે જે એક દિવસમાં સૌથી વધારે છે.
લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં 14759 કોરોના દર્દીઓની સારવાર અત્યારે શરૂ છે. દેશના 61 જિલ્લાઓમાં છેલ્લા 14 દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નથી.