રાજકોટના 17મા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની ગુરુવારે અભિજિત મુહૂર્ત (બપોરે 12.15 મિનિટે)માં તિલકવિધિ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ દંડી સ્વામી અને સંતો–મહંતોની ઉપસ્થિતિ રહેશે. માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાની તિલકવિધિ માટેનો ત્રિદિવસીય સમારોહ સોમવારથી શરૂ થઇ ગયો છે. જેમાં ધાર્મિક વિધિવિધાન અને ક્ષત્રિય પરંપરા મુજબ હોમ હવન અને કર્મકાંડ થઈ રહ્યા છે.