યુઝર્સની રીતે બીજું સૌથી મોટું બજાર રહેલા ભારતમાં ફરીથી આવવા માટે ટિકટોક આતુર છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ તેના ભારતીય કારોબારને વેચવાની યોજના બનાવી રહી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિકટોકને ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને વેચે તેવી શકયતા છે. આ સંબંધમાં બંને કંપનીઓની વચ્ચે જુલાઈના અંતમાં વાતચીત શરૂ થઈ હતી. જોકે બંને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિકટોકએ કોઈ માહિતી આપી નથી.
જણાવી દઈએ કે, લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પછી ભારત સરકારે ચીનની કંપનીઓની 59 એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમાં ટિકટોક, વીચેટ, અલીબાબા ગ્રુપની યુસી બ્રાઉઝર અને યુસી ન્યુઝ જેવી પોપ્યુલર એપ સામેલ હતી.