ભારતમાં ખૂબ જ લોકપ્રિય વીડિયો મેકિંગ એપ TikTokને એપ સ્ટોર્સથી દૂર કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે, આ એપને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મથી બ્લોક કરી દેવામાં આવી છે. ભારતના ઇલેક્ટ્રોનિક અને ઇર્ન્ફોમેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા મંગળવારે Google અને Appleને પોતાના એપ સ્ટોર પરથી ચીનની વીડિયો એપ્લિકેશન TikTokને હટાવવા માટે કહેવામાં આવ્યું હતું જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ મદ્રાસ હાઈકોર્ટની મદુરૈ બેન્ચે 3 એપ્રિલે એક આદેશ જાહેર કરી સરકારને દેશમાં TikTokના ડાઉનલોડ પર પ્રતિબંધ લગાવવા માટેનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે જેમાં મામલો હજુ પણ વિચારાધીન છે અને 22 એપ્રિલે આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.