ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં રવિવારે ધરણા કરી રહેલા ખેડૂતો પર ભાજપના નેતાઓએ કાર ચડાવી દીધી હતી. આ ઘટના બાદ વિફરેલા ખેડૂતોએ નેતાઓની કારો સળગાવી દીધી હતી.
સમગ્ર ઘટનામાં આઠ ખેડૂતોના મોત નિપજ્યા છે. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલીસે ખેડૂતોના નિવેદનોના આધારે 14 લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે કેન્દ્રીય મંત્રીના પુત્ર સહિતના સામે હત્યાની કલમો પણ લગાવી છે. બીજી તરફ આ ઘટનાના વિરોધમાં દેશમાં કેટલાક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.