દેશની સૌથી કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ કોનો હોય, સ્વાભાવિક રીતે ખૂંખાર ગુનેગારોનો જ હોય. પણ જો તમે આવું માનતા હોવ તો ભૂલ કરો છો. દેશની સૌથી મોટી અને કુખ્યાત જેલમાં સૌથી વધુ ઉપદ્રવ હોય તો તે ખૂંખાર કેદીઓનો નહીં પણ વીવીઆઇપી કેદીઓનો છે. આ શબ્દો બીજા કોઈના નહીં તિહાર જેલના જેલર રહી ચૂકેલી ભૂતપૂર્વ ડીજી નીરજકુમારના છે.