મહિસાગર જિલ્લાના કનતારના જંગલમાં મધ્યપ્રદેશથી આવેલા વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. આ વાઘનું મોત શિકારથી થયું છે કે પછી કોઈ બીમારીના કારણે તે આજે પીએમ બાદ જારી કરવામાં આવશે. જોકે, વનવિભાગ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, 2 દિવસ પહેલા જ આ વાઘનું મૃત્યુ થયું છે.
મહીસાગરના બોરિયા ગામનો રોડ ક્રોસ કરતા વાધનો ફોટો સરકારી સ્કૂલના શિક્ષકે ગત 6 ફેબ્રુઆરીએ મોબાઈલમાં કેદ કર્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલા વન વિભાગે જંગલોમાં વાઘને શોધવા માટે નાઇટ વિઝન કેમેરા પણ લગાવ્યા હતા. મહત્વનું છે કે, ગત 11મી ફેબ્રુઆરીએ સંતરામપુરાના સંત જંગલમાંથી વાધ પસાર થઇ રહ્યો હોવાના ફૂટેજ વન વિભાગને મળી આવ્યા હતા. કેમેરાની ફૂટેજો મળ્યા બાદ ગુજરાતમાં વાઘ હોવાની જાહેરાત વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી.