કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં વધુ ૪૩ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસે મધ્ય પ્રદેશના દિગ્ગજ નેતા કમલનાથના પુત્ર નકુલનાથને છિંદવાડાથી જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલૌરથી ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાંથી વધુ સાત ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમદાવાદની બન્ને બેઠકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે મધ્ય પ્રદેશથી ૧૦, રાજસ્થાનથી ૧૦, ઉત્તરાખંડથી ત્રણ, દમણ અને દીવથી એક, આસામથી ૧૨ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. દમણ અને દીવથી કેતન ડાહ્યાભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે.