તિબેટમાં સાતમી જાન્યુઆરીએ 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ પછી અહીંના સૌથી પવિત્ર શહેરોમાંનું એક શિગાત્સે શહેર જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. આ ભૂકંપમાં 126 લોકોના મોત થયા છે, જ્યારે 200થી વધુને ઈજા થઈ છે. આ દુર્ઘટનાનો મૃત્યુઆંક હજુ વધી શકે એમ છે કારણ કે, આ દુર્ઘટનામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેનો કાટમાળ હટાવવાનું હજુ ચાલુ છે. આ ભૂકંપ વખતે ફક્ત નવ કલાકમાં 100થી વધુ આંચકા અનુભવાયા હતા. જેના કારણે અનેક ઈમારતો ધ્રૂજવા લાગી હતી અને લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.