અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવનાર છે ત્યારે સુરક્ષાને ઘણું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ખાસ યુએસથી તેમની સુરક્ષા માટે વિવિધ પ્રકારનાં ઉપકરણો અને સ્ટાફ આવ્યો છે. ત્યારે કંડલાનાં બંદર પાસેથી બિનવારસી હાલતમાં થુરાયા સેટેલાઇટ ફોન મળી આવ્યો છે. હાલ આ અંગે ગુજરાત પોલીસ, ATSની ટીમ અને ગુપ્તચર એજન્સીઓ તપાસ હાથ ધરી છે. સૂત્રો અનુસાર, ગુપ્તચર એજન્સીઓને એવી પણ શંકા છે કે, કંડલા પર આવતા જહાજમાં કોઇ ક્રૂ મેમ્બરે આનો ઉપયોગ કર્યો હોય અને તેને રિચાર્જ કર્યા વગર ફેંકી દીધો હોય તેમ પણ લાગે છે.
સેટેલાઈટ ફોનની ખાસિયત
તેમાં હાઇક્વોલિટી ઓડિયો જઇ શકે તેવો ફોન છે. ખાસ કરીને પ્લેનમાં બેઠા બેઠા પણ ફોન થઇ શકે છે. અને શીપ ઉપર ટ્રાવેલ કરતા હોવ તો પણ વાત કરી શકાય છે. આ રીડિયમ ફોનને સમયાતંરે રિચાર્જ કરવાનો હોય છે.