રાજ્યમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓને પાણી-પાણી કરી દીધા છે. નવસારી, અમરેલી, જૂનાગઢ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યા બાદ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આજે 4 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.