માઘ પૂર્ણિમા સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા શ્રદ્ધાળુઓએ બિહારના સમસ્તીપુરમાં 12561 સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. ભીડ એટલી વધુ હતી કે શ્રદ્ધાળુ એસી કોચના કાચ તોડીને અંદર ઘૂસ્યા. આ ઘટના મધુબનીથી દરભંગા વચ્ચે શરૂ બની હતી.
ક્રોધે ભરાયેલા શ્રધાળુઓએ ટ્રેનના M1થી લઇને B5 કોચ પર હુમલો કરી કાચ તોડ્યા એટલે કે 6 કોચના કાચ તોડ્યા હતા. આ ઘટના બાદ એસી કોચમાં બેસેલા મુસાફરો ભયભીત જોવા મળ્યા હતા. ટ્રેનમાં થયેલી તોડફોડના કારણે ઘણા મુસાફરોને ઇજા પહોંચી હતી.