જૉર્ડનમાં એક નાની અમેરિકી ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા બે ડઝન સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. આ અંગે અમેરિકાએ સત્તાવાર નિવેદન પણ જાહેર કર્યું છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર નિવેદન જાહેર કર્યું
અમેરિકી અધિકારીઓએ સીએનએનને કહ્યું કે, ગાઝા યુદ્ધની શરૂઆત બાદ પ્રથમવાર મધ્ય પૂર્વમાં દુશ્મનના ગોળીબારમાં અમેરિકી સૈનિકોના મોત (American Soldiers Killed) થયા છે. સીએનએને જણાવ્યું કે, યુએસ સેન્ટ્રલ કમાન્ડના સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરાઈ છે કે, ઉત્તર-પૂર્વ જૉર્ડનમાં એક બેઝ પર એકતરફી ડ્રોન હુમલા કરાયા છે, જેમાં ત્રણ સૈનિકો માર્યા ગયા છે અને 25 ઈજાગ્રસ્ત થયા છે.