પુલવામાના શોપિયામાં સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. જેમાં 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા જવાનો સમગ્ર વિસ્તાર સર્ચ ઓપરેશન કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસને શોપિયાના એક ઘરમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ પોલીસ અને સેનાના જવાનોએ સમગ્ર એરિયાને કોર્ડન કર્યો હતો. અંદાજે 2 કલાક ચાલેલ અથડામણને અંતે સુરક્ષા જવાનોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે.