જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં પોલીસ અને સીઆરપીએફની નાકા પાર્ટી પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે શ્રીનગરમાં આતંકીઓએ હુમલો કરીને એક નાગરિકની હત્યા કરી હતી. છેલ્લા ૨૪ કલાકમાં આ ત્રીજો હુમલો છે.
કાશ્મીર મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક યોજાવા જઇ રહી છે. ગુરુવારે યોજાનારી આ બેઠક પૂર્વે જ આતંકીઓ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજપોર ચોકમાં આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફ પાર્ટી પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. જે બાદ સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો.