રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા છે. આ પહેલા રાજ્યસભામાં ત્રણ તલાક બિલ ઉપર ચર્ચા પછી સેલેક્ટ કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ 100ના મુકાબલે 84થી પડી ગયો હતો. જેથી બિલ પાસ થવાનો રસ્તો આસાન બન્યો હતો.
ભાજપે આ બિલ માટે વ્હિપ જાહેર કર્યો છે અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા અને બિલનું સમર્થન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. લોકસભાના ચોમાસુ સત્રમાં ગુરુવારે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલ પર દિવસભર ચર્ચા ચાલી અને સાંજે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું હતું. આ બિલના પક્ષમાં 303 અને વિપક્ષમાં 82 વોટ પડ્યા હતા. કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, ટીડીપી અને જેડીયૂએ આ બિલનો વિરોધ કર્યો હતો.