વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારમાં ત્રણ રેલી સંબોધવાના છે ત્યારે મોટા ભાગના પોલિટિકલ નેતાઓ અને નિરીક્ષકોની નજર એ બાબત પર છે કે નીતિશ કુમારને મૂંઝવી રહેલા લોક જનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન અંગે મોદી શું કહે છે.
બિહારમાં અત્યારે રસાકસી જામી છે. એક તરફ નરેન્દ્ર મોદી અને હાલના મુખ્ય પ્રધાન નીતિશ કુમારનો જદયુ છે. બીજી બાજુ કોંગ્રેસ અને લાલુ પ્રસાદ યાદવના રાજદ પક્ષે હાથ મિલાવ્યા છે. ત્રીજી બાજુ ચિરાગ પાસવાન છે જે પોતે ભાજપનો સમર્થક હોવાનો દાવો કરે છે પરંતુ નીતિશ કુમારને નેતા માનવા તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ આ વખતે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ બિહારની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.