રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુસેનાની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કર્યા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઇંધણ ઉપલબ્ધ કરાવ્યું. ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યુ કે ફ્રાંસના ઇસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણે રાફેલ વિમાનો થોડા સમય પહેલા ભારત પહોંચ્યા છે. હવાઇ માર્ગમાં વચ્ચે મદદ કરવા માટે ભારતીય વાયુસેના યુએઇની વાયુસેનાને ધન્યવાદ આપે છે.