જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. જે સાથે જ છેલ્લા 24 કલાકમાં કાશ્મીરમાં પાંચ આતંકીઓ માર્યા ગયા છે. સોમવારે મોડી રાત્રે સૈન્ય દ્વારા બારામુલ્લામાં આતંકીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું.
જોકે આતંકીઓને તેની જાણ થઇ જતા બન્ને વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકીઓના નામ ફૈઝલ ફયાઝ, રમીઝ અહેમદ અને ગુલામ મુસ્તફા શેખ છે. આ આતંકીઓ શોપિયાં અને કુપવાડાના રહેવાસીઓ હતા.