ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે.જ્યારે રાજકોટમાં આજે વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાના કુલ 47 દર્દી નોંધાયા છે. આ સાથે જ રાજકોટમાં કુલ કોરોનાના 8 દર્દી થયા છે. જો કે આજે સવારે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા હતા. રાજ્યમાં 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે તમામ નેગેટિવ આવ્યા હતા. પરંતુ સાંજે રાજકોટમાં ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં બે પુરૂષ અને એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.