૨૦૧૮ના જાન્યુઆરી મહિનામાં દેશભરમાં આક્રોશ જગાવનારા અને ૨૦૧૨ના નિર્ભયા ગેંગરેપ કેસની કડવી યાદોને તાજી કરાવનારા જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર ચાર દિવસ સુધી સામૂહિક બળાત્કાર બાદ તેની હત્યા કરવાના કેસમાં પઠાણકોટની વિશેષ અદાલતે ૭ પૈકી ૬ આરોપીઓને દોષિત ઠરાવ્યા છે અને એકને છોડી મૂક્યો છે. ૬ પૈકી એક પોલીસ અધિકારી સહિત ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સ્પેશિયલ કોર્ટે ત્રણ આરોપીઓને બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિત ગણ્યા છે અને બાકીના ત્રણને પુરાવા નષ્ટ કરવાના ગુનામાં દોષિત માન્યા છે.