દિલ્હીમાં મોદી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેશે. જેને લઇને દિલ્હી કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. સમગ્ર દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, 9મી અને 10મી જૂને દિલ્હીમાં કલમ 144 લાગુ રહેશે. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે.