સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોતથી ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય કિશોરીઓ બિમાર પડી હતી અને તેમને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. હાલ તબીબો ત્રણેય બાળકોના મોતના કારણોની તપાસ કરી રહ્યા છે.