સુથારીકામ કરતા કારીગરો હવે થ્રી ડી ટેકનોલોજીની મદદથી ડિઝાઈન બનાવી ગ્રાહકો સમક્ષ પેશ કરી શકશે. અખિલેશ મજુમદાર, શિતલ ગોહિલ અને પાર્થો સરકારની ટીમે સુથારોની સહાય માટે આ સ્ટાર્ટઅપ શરુ કર્યું. સ્ટાર્ટઅપથી ગુજરાતમાં સુથારીકામ કરતા 10 હજાર કારીગરોને મદદ મળશે. IIT-દિલ્હી, IIT-મુંબઈના આ વિદ્યાર્થીઓએ ઉંચા વેતનની નોકરીઓ છોડી સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. સ્ટાર્ટ અપનું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે લોન્ચ કરાયું.