રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેને લઇ NDRFની ટીમ તહેનાત કરી દેવાઇ છે.
આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ઓડિશા, ઝારખંડ પર બનેલા લો પ્રેશરના કારણે વરસાદી સિસ્ટમ સક્રીય થઇ છે. સાથે જ ઉત્તર પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જઇ રહી છે જેની સીધી અસર ગુજરાતમાં થઇ છે.
તો અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. મેઘરજ, મોટી મોયડી, લીંભોઇ, અદાપુર ગામમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે તાપી જિલ્લામાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. વ્યારા, વાલોડ, સોનગઢ અને નિઝરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુકરમુંડા, ડોલવણ અને ઉચ્છલમાં પણ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ છે. ડેમમાં પાણીની આવક 8742 ક્યુસેક અને જાવક 600 ક્યુસેક થઇ છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 280.64 ફૂટ નોંધાઈ છે.