ગોવામાં કોંગ્રેસમાંથી ૧૦ વિધાનસભ્યો કોઈ પણ શરત વિના ભાજપમાં સામેલ થયા બાદ તેમાંના ત્રણ જણને શિરપાવરૂપે મંત્રીપદ મળી ગયાં છે. ભાજપ સરકારે શનિવારે મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો જેમાં કોંગ્રેસમાંથી આવેલા ત્રણ વિધાનસભ્યોને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવી દેવામાં આવ્યા હતા જ્યારે ગોવાના ડેપ્યુટી સ્પીકર માઈકલ લોબોને પણ મંત્રીમંડળમાં જગ્યા આપવામાં આવી છે. આ ચારને સમાવવા માટે મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે મંત્રીમંડળમાં રહેલા ગોવા ફોરવર્ડ પાર્ટીના ત્રણ અને એક અપક્ષ વિધાનસભ્ય પડતા મૂક્યા હતા. બપોરે તાત્કાલિક નવા પ્રધાનોની શપથવિધિ યોજાઈ હતી.