ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. ભાજપ ગુજરાતમાં ઓપરેશન લોટ્સ અંતર્ગત કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપમાં સામેલ કરી રહ્યું છે. આજે (સોમવાર) એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે. આજે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બાદ હવે નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાંનો દોર શરૂ થયો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા નેતાઓભાજપમાં જોડાઈ તેવી સંભાવનાઓ છે.