ટ્વિટરના સહસ્થાપક જેક ડોર્સીએ એક વીડિયો ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો છે કે ભારતમાં ખેડૂત આંદોલન ચાલતું હતું ત્યારે કેન્દ્ર સરકારે તેના આદેશો માની કેટલાક એકાઉન્ટ્સ નિયંત્રિત કરવામાં નહીં આવે તો ટ્વિટર બંધ કરી દેવાની અને તેના કર્મચારીઓના ઘરે દરોડા પાડવાની ધમકી આપી હતી. જોકે, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જેક ડોર્સી સદંતર ખોટું બોલતા હોવાનો દાવો કર્યો હતો.