NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. ઈમેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ને જાનથી મારવાની ધમકી અપાઈ છે. ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ (Narendra Modi Stadium)ને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈમેલ મોકલનાર શખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડૉન લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ને પણ છોડી મુકવાની માંગ કરી છે. NIAએ પીએમ સિક્યોરિટી અને અન્ય રાજ્યોની પોલીસને એલર્ટ કરી દીધા છે. ઈમેલ કયા IP એડ્રેસ પરથી આવ્યો, તેની તપાસ શરૂ કરાઈ છે.