અમદાવાદની કેટલીક સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાડી દેવાની ધમકી અપાયા બાદ હવે એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. આજે (12મી મે) બપોરે અજાણ્યો અજાણ્યા ઈમેલ આઈડી પરથી એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં મતદાનના એક દિવસ પહેલા 36થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઇ-મેઇલ કરવામાં આવ્યા હતા.