ઈઝરાયલ પર હમાસનો હુમલો કોઈ નાનો હુમલો નથી. આમ તો હમાસે ઈઝરાયેલ પર ઘણા હુમલો કર્યા છે, જોકે તાજેતરનો હુમલો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. આ હુમલાએ ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને પણ ઘૂંટણીએ લાવી દીધું છે. તો ઈઝરાયેલ પણ હમાસના હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં મોટા પ્રમાણમાં હુમલાઓ કર્યા છે.