મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો છે. NIAને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ દેશના વિવિધ શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. NIAએ મુંબઈ પોલીસને પણ આ માહિતી આપી છે. પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAના ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં મુંબઈમાં આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. ઈ-મેઈલ કરનારે પોતાને તાલિબાની ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે, તાલિબાન સંગઠનના અગ્રણી નેતા સિરાજુદ્દીન હક્કાનીના આદેશ પર આવું થવા જઈ રહ્યું છે.