ભારતમાં કોરોનાના કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. જેને પગલે અનેક રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા સતર્ક રહેવા આદેશ અપાયા છે. એવામાં હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓએ) પણ ભારતને લઇને કોરોના મામલે ચેતવણી જાહેર કરી છે અને કોરોનાની નવી લહેર આવી રહી હોવાની ભીતિ વ્યક્ત કરી છે. ડબલ્યુએચઓના દક્ષિણ-પૂર્વ એશિયાના ડાયરેક્ટર ડો. પૂનમ ખેત્રપાલસિંહે કહ્યું છે કે ભારતના નાગરિકોમાં રોગપ્રતિકારક શક્તિ ઘટી હોવાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે દેશમાં કોરોનાની નવી લહેરનો ખતરો વધી ગયો છે.