વિવિધ રાજ્યોમાં ચોમાસાનું આગમ થઇ ચુક્યું છે. એવામાં રાજસ્થાનમાં વરસાદ સાથે વિજળી પડી હતી જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ હતી. અહીંના ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવે પર હજારો લોકો ફસાયા હતા. આ હાઇવેને વરસાદને કારણે બંધ કરી દેવો પડયો હતો. પૂર અને ભુસ્ખલનને કારણે હાઇવે બંધ રહેતા ૧૫ કિમી સુધી ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઇ હતી અને અનેક લોકો કલાકો સુધી ફસાયા હતા. અનેક પર્યટકોએ રોડ પર જ રાત પસાર કરવી પડી હતી.