પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે યોજાયેલા 'સદ્ભાવના- પુરસ્કાર કાર્યક્રમ'માં બોલતાં કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, 'દેશ સેવા માટે મળેલા બહુ ઓછા સમયમાં રાજીવ ગાંધીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. ભારતમાં રહેલી અનેકવિધતાની સુરક્ષા અને સંરક્ષણના તેઓ સમર્થક હતા.' કોંગ્રેસ પૂર્વ પ્રમુખે વધુમાં કહ્યું હતું કે, 'રાજીવ તે અંગે ઘણાં જ સંવેદનશીલ હતા કે વિવિધ ધર્મોના ધાર્મિક પ્રસંગો, વિવિધ જાતિઓ, ભાષાઓ અને સંસ્કૃતિઓના ઉત્સવો ઉજવીને જ આપણે ભારતની એકતાને વધુ મજબૂત કરી શકીશું.'