વહીવટી તંત્રની તરફથી એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર જમ્મુમાં એક વર્ષથી વધુ સમય રહેલા લોકો માટે મતદાર યાદીમાં નામ દાખલ કરાવવાનું કાર્ય સરળ થઇ ગયું છે.
જમ્મુના ડેપ્યુટી કમિશનરની તરફથી જારી કરવામાં આવેલા આદેશમાં મહેસૂલ અધિકારીઓને રહેઠાણ પ્રમાણપત્ર જારી કરવાની સત્તા આપવામાં આવી છે. પ્રમાણપત્ર જારી કરવાનો ઉદ્દેશ એ લોકોને મતદાર યાદીમાં સામેલ કરવાનો છે. આ લોકો મતદાર યાદીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.