ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સરવે મામલે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં. અનેક પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતાં. તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી. જો કે, પરિસ્થિતિ હવે સામાન્ય થતી જોવા મળી છે. પોલીસ પથ્થરમારો કરનારા અસામાજિક તત્ત્વોની ધરપકડ કરી રહી છે. યોગી સરકારે પણ આકરૂ વલણ અપનાવવા આદેશ આપ્યો છે.
સંભલના પથ્થરબાજોના પોસ્ટર દરેક ચાર રસ્તા પર લગાવવા ઉપરાંત થયેલા નુકસાનનું વળતર પણ તેમની પાસેથી વસૂલવા આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્ત્વોની ધરપકડ થઈ નથી, તેમની ઓળખ આપવા બદલ ઈનામ જાહેર થઈ શકે છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપી આ પ્રકારનો તણાવ અને તંગદિલીનો માહોલ ઉભો કરનારાઓ માટે એક ઉદાહરણ પુરૂ પાડવામાં આવશે.