આ વખતે 21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે. તેની સાથે ફરી એક વિશ્વરેકોર્ડ સર્જાશે. આ મામલે ખુદ સીએમ યોગી આદિત્યનાથ એક્ટિવ છે અને તેમણે એક હાઈ લેવલની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે દિવાળી, હનુમાન જયંતિ, દિપોત્સવ, છઠ્ઠ પૂજા, દેવોત્થાન, એકાદશી, દેવ દિવાળી વગેરે પર્વો માટે ખાસ દિશાનિર્દેશ આપ્યા હતા.