વડોદરામાં હાલ પૂરની સ્થિતિ છે. શહેરનાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ગઇકાલે પૂરની સ્થિતની એક તસવીર કે જેમાં પોલીસ જવાન માથા પર પ્લાસ્ટિકનાં ટબમાં સવા માસની એક બાળકીને લઇને જાય છે. આ તસવીર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશનાં લોકોનાં દિલમાં વસી છે. આજે આપણે તે બહાદૂર પીએસઆઈ ગૌતમ ચાવડા અને સવા મહિનાની નાનકડી દિવ્યાંશીને મળીએ અને જાણીએ તેમણે કઇ રીતે આનો જીવ બચાવ્યો.
દિવ્યાંશીનાં માતા સોનલબેને અમારી ટીમ સાથે વાત કરતા કહ્યું કે,' અમે અત્યાર સુધીનાં જીવનમાં આટલું બધું પાણી ક્યારેય ન હતું જોયું. એકદમ તે દિવસે આટલું બધું પાણી આવ્યું ત્યારે મને થયું કે હવે મારી દીકરીનું શું થશે મારૂં શું થશે, અમે લોકો પરિવાર અહીંથી કઇ રીતે બાહર નીકળીશું. અમારાથી નહીં જ નીકળી શકાય. ત્યારે જ આ એનડીઆરએફની ટીમ આવી સાથે આ સાહેબ પણ આવ્યાં અને અમને બચાવ્યાં. જ્યારે વસુદેવ કૃષ્ણને લઇ જતા હતાં તે દ્રશ્ય સામે આવી ગયું. ત્યારે તો આ લોકો જ અમારા માટે ભગવાન હતાં.