સુરતનું જમણ તો વર્ષોથી પ્રખ્યાત છે. કહેવાય છે કે સુરતની મહેમાનગતીની તોલે કોઈ ન આવી શકે. આવી જ એક વાત આપણે જોવાના છે જેમાં ઉધના વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ગરીબોને સપ્તાહમાં એકવાર મફતમાં જમાડે છે. ભોજન માટે અહીંયા લાંબી લાઈન લાગે છે. ઉધના મેઈન રોડ પર આવેલી ગોરસ રેસ્ટોરન્ટના પિનોઝ મેઘજાણી અને તેમના બે પાર્ટનર અંકજકુમારસિંઘ અને દિશુલાલ ચૌધરી દ્વારા રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટની સાથે જ તેમણે નક્કી કર્યું હતું કમાણીની સાથે સેવા પણ કરવી જ છે. ગોરસ થાળીની શરૂઆતના એકાદ મહિના બાદ શરૂ થયેલી ગરીબોના જમણની પરંપરા દર બુધવારે ચાલે છે. જ્યાં સુધી ગરીબો જમણથી પુરેપુરા તૃપ્ત ન થઈ જાય ત્યાં સુધી તેમને જમાડવામાં આવે છે. દર બુધવારે 400થી વધુ ગરીબો અહીંયા જમે છે.