ગુજરાતમાં ઢોંગી ઢબુડીનો પર્દાફાશ થયો છે. પોતાને ઢબુડીમાં કહેતો ધનજી ઓડ વર્ષો પહેલા રીક્ષા ચલાવતો હતો અને મેળામાં છૂંદણા વેંચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ઢબુડીમાંની અંધશ્રધ્ધામાં આવીને એક પિતાને તેનો દીકરો ખોયો અને ત્યાથી ઢબુડીના ધતિંગનો પર્દાફાશ થયો છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, ધનજી ઓડ ગુજરાતમાં અગલ અગલ જગ્યા પર ગાદી કરીને, તે જગ્યા પર અલગ અલગ સ્ટોલ કરીને પૈસાની કમાણી કરી રહ્યો છે, ત્યારે હવે ઢબુડી ભાંડો ફૂટતા પંચમહાલના હ્યુંમેનીસ્ટ રેશનાલીસ્ટ એસોશિયેશન નામની સંસ્થાનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ફોટામાં ઢબુડીમાંને એક પડકાર ફેંકવામાં આવ્યો છે કે, ચમત્કાર, ભૂત, પ્રેત, આત્માં, જીન બતાવો અને 1 કરોડનું ઇનામ જીતો. જો ચમત્કાર સાબિત થશે તો તેનું સન્માન કરીને વાજતે ગાજતે સન્માન કરવામાં આવશે.