જમ્મુ કાશ્મીરમાં રવિવારે આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો. જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બે વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ હુમલા બાદ આતંકીઓ નાસી છૂટયા હતા, જેની શોધખોળ માટે સૈન્ય દ્વારા મોટા પાયે ઓપરેશન લોંચ કરાયું છે. સાથે જ એનઆઇએ અને એસઆઇએની ટીમ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી